છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને મહિલા શક્તિ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર પર ફરજિયાત ટેકોની કામગીરી કરવાનું દબાણ આવેલ હોય કામગીરીમાં ઉભી થતી સમસ્યાઓનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ટેકો કામગીરી સ્થગિત કરવા બાબતે મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલાઓ ભેગા થઈને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.