ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આજે સવારે 10 વાગ્યે ચોટીલા-થાનગઢ રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતા ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. GJ 13 CA 6096, GJ 13 CE 8967 અને GJ 13 CB 3461 નંબરના ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ વાહનો અનુક્રમે નાની મોરસલના વિહાભાઈ ઘુસાભાઈ ઘરજીયા, જામવાળીના કિશોરભાઈ જાદવભાઈ સારલા અને વાવડીના કરશનભાઈ મેરાભાઈ બોહકીયાના ની સામે કાર્યવાહી હાથ ધરી