દહેગામના કોઠી બારડોલી પાસે આવેલ નર્મદા કેનાલમાં શનિવારે સવારે 11 વાગ્યે અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. અજાણ્યા વ્યક્તિની લાશ કેનાલમાં હોવાની જાણ સ્થાનિક દ્વારા દહેગામ ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ, સામાજિક કાર્યકર ધીરજભાઈ, આસિફભાઈને કરી હતી. જે બાદ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેનાલમાં પડેલ અજાણ્યા વ્યક્તિની ભારે જહેમત બાદ દહેગામ પોલીસની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી.