બાપ્પાની વિદાય પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.ફુલપાડા વિસ્તારમાં આવેલ ગુપ્તેશ્વર યુવક મંડળ નો આ વીડિયો સામે આવ્યો છે.જે વીડિયોમાં બાપ્પા ને વિદાય આપતા પહેલા ભક્તોએ દસ દિવસ દરમ્યાન કરેલી પૂજા અર્ચના અને ભક્તિમાં જાણ્યાં - અજાણ્યામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરવા બે કાન પકડી ઉઠક બેઠક કરી હતી.સામે બાજુ બાપ્પા ની પ્રતિમા જોવા મળે છે અને સામે ભક્તો એકસમૂહમાં કાન પકડી ઉઠક બેઠક કરતા જોવા મળે છે.જે વીડિયો ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે.