વાંસદા તાલુકાના સિણધઇ ગામે મોટા ફળિયા અને દુતાંણઆંબા ફળિયામાં ૨૦ લાખના ખર્ચે બે નવનિર્મિત આંગણવાડીનું કામ કોન્ટ્રાકટરે અધૂરા છોડતા ભૂલકાઓ ભૌતિક સુવિધાથી વંચિત રહી જવા પામ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા તાલુકાના સિણધઈ ગામે મનરેગામાંથી ૨૦ લાખના ખર્ચે બે નવીન આંગણવાડીને મંજૂરી મળી હતી. તા ૨૯-૧૧-૨૦૨૩ના રોજ ભૂમિપૂજન કરી કોન્ટ્રાકટરોએ કામગીરી હાથ ધરી ચાર દિવાલો ઉભા કરીને ખોખા તૈયાર કર્યા હતા.