નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ગુજરાતના 9 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. જેમાં બે વિદ્યાર્થીઓ દેશના ટોપ 10માં સામેલ છે.દર્શન સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી હિમાંક હિરેનભાઈ થાનકીએ 700માંથી 557 ગુણ મેળવ્યા છે. તેમણે 99.57 પર્સેન્ટાઇલ સાથે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. હિમાંકના માતા-પિતા વેરાવળના જાણીતા આંખના સર્જન છે. તેમણે દૈનિક 10-12 કલાકની મહેનત કરી છે.