શનિવારે હાથ ધરવામાં આવેલી ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન શહેરમાં નાની મોટી ઘટનાઓ સામે આવી હતી.જેમાં મગદલ્લા ongc સ્થિત એસ.કે.સર્કલ પાસે પોલીસ અને ગણેશ આયોજકોના સભ્યો વચ્ચે કોઈક કારણોસર બોલાચાલી થઈ હતી.જે બાદ માથાકૂટ અને બોલાચાલી ઉગ્ર બનતા ઝપાઝપી ના દ્રષ્યો સર્જાયા હતા.જે બાદ પોલીસે બે થી ત્રણ ગણેશ આયોજકોના સભ્યોની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.જ્યાં ક્યાં કારણોસર આ માથાકૂટ થઈ તે તપાસનો વિષય બની રહે છે.