માળિયા મિયાણામાં ટેલિફોન એક્સચેન્જ પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાય રહેતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શેરીઓમાં ભરાયેલા વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી જેના કારણે લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા રોગચાળો પણ ફાટી નિકળ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.