છોટાઉદેપુર તાલુકાના જાગનાથ મહાદેવ મંદિરથી માનકા ગામને જોડતા રોડ તેમજ ગાંઠિયા ગામથી મધ્યપ્રદેશ અને કવાંટને જોડતા રસ્તાનું ખાતમુહુર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સરપંચો આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.