મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ પાર્કિંગમા છેલ્લા ત્રણ દિવસથી ગટરના પાણી ઉભરતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજ સાંજ સુધીમાં જો મહાનગરપાલિકા દ્વારા આ ઉભરાતી ગટરના પ્રશ્નનું નિવારણ લાવવામાં નહી આવે તો સાંજે શનાળા રોડ પર રસ્તા રોકી ચક્કાજામ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારી છે.