ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા પરિવારમાં માતા અને પિતા વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થતા આ ઝઘડામાં માતાએ ઝેરી દવા પી લેતા બાદમાં પુત્ર અને પુત્રીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.જેમાં સગીર પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે, હાલમાં પુત્રી અને માતાની સારવાર ચાલુ છે.