વડોદરા : દસ દિવસનું ભક્તોને ત્યાં આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગણેશજીનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે. ત્યારે આજરોજ શહેરના નવલખી કુત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.જ્યારે બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવશે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન પ્રક્રિયા પાર પડે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.