રાજકોટ: નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ રાજકોટમાં હિન્દુ સંગઠનો સક્રિય થયા છે. હિન્દુ સંગઠનોએ ગરબા આયોજનમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા અને અન્ય નિયમોનું પાલન કરાવવા માટે કડક વલણ અપનાવ્યું છે.આજે રાજકોટના હિન્દુ સંગઠનોના આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ ગરબા આયોજક તેમની વાત નહીં માને તો તેઓ ગરબા આયોજન બંધ કરાવી દેશે. સંગઠનો દ્વારા ગરબા સ્થળોએ ચેકિંગ પણ કરવામાં આવશે. સંગઠનોએ ગરબામાં આવતા લોકોના આધારકાર્ડ ચેક કરીને જ પ્રવેશ આપવાની માંગ કરી છે