વડોદરા : શહેરમાં ગત વર્ષે ઓગસ્ટ માસમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી હતી.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી.આ વાતને આજે એક વર્ષ પૂરું થયું છે.ત્યારે ભાજપ સર્જિત પૂર આવ્યું હોવાના આક્ષેપ સાથે પુર પ્રકોપને એક વર્ષ પૂરું થતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય નીચે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંસાથે 12 નિર્દોષ વ્યક્તિઓએ તંત્રના કારણે જીવ ગુમાવ્યો હતો.તે મૃતકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિ હતી.