આજે તારીખ 01/08/2025 શુક્રવારના રોજ સાંજે 7.35 કલાકે દાહોદ રેલવે સ્ટેશન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. જેમાં ગત તારીખ 03/11/2024ના રોજ રેલવે પોલીસને ગોલ્ડન ટેમ્પલ મેલમાંથી 4 અલગ અલગ બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી અને જેમાં અલગ અલગ પ્રવાહી ભરેલું જણાઈ આવેલ હતું. જેમાં પોલીસ દ્વારા પ્રવાહીનો રીપોર્ટ કરાવતા પ્રવાહી કોડેઈન પ્રવાહીનો જથ્થો હોવાનું સામે આવ્યુ.જેમાં હવે પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.