માલપુર-બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા માલપુર તાલુકામાં 290 લાખના ખર્ચે નવા રોડ મંજુર કરાયા છે.લાલાવાદા હાઈવે થી લાલાવાદા ગામ સુધીના રોડ અને નાથાવાસ સ્ટેન્ડ થી મુવાડા ફળી સુધીના રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.નવીન રોડની મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.