ભિલોડા તાલુકાની હાથમતી નદી પર આવેલ પુલ અંગે કલેક્ટર કચેરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.થોડા માસ અગાઉ પુલની જર્જરિત હાલતને કારણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.હાલમાં પુલનું રી-કન્સ્ટ્રક્શન કાર્ય ચાલુ હોવાથી આ પ્રતિબંધ વધુ નવ માસ સુધી લંબાવવામાં આવ્યો છે.પ્રશાસન દ્વારા વાહનચાલકોને સલામતીના હેતુસર નિયમોનું પાલન કરવા અને જાહેરનામાનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.