મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં 24 ઓગસ્ટ ના રાત્રી દરમ્યાન એક ફોર વિલર ચાલકને આંખે ઝોકું આવી જતા કાર રોડની સાઈડમાં ઉતરી અને એક ઝાડ સાથે અથડાઈ હતી.રાત્રી દરમ્યાન ભારે વરસાદ વચ્ચે કાર ચાલક એકલો જ ગાડીમાં પડી રહ્યો હોવાની જાણ પુના આશ્રમ ફળિયાના સ્થાનિક યુવાનોને થતાં તેઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર ચાલક લોહી લુહાણ હાલતમાં પગે ગંભીર ઇજા સાથે કારમાં વરસાદ માં પલડતો નજરે પડ્યો હતો.