ટંકારા તાલુકાના બહુચર્ચિત સાંથણી હેઠળ ફાળવવામાં આવેલ જમીનના મૂળ હુકમમાં અને રેકર્ડમાં ચેડા થયાના ગંભીર આરોપો સાથે મૂળ સાંથણીદારના વારસદાર દ્વારા લાંબા સમયથી કાનૂની લડત આપવામાં આવતા અંતે આ ચકચારી જમીન કૌભાંડમા મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.