નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામ નજીક અમલસાડ-બીલીમોરા માર્ગ પર મોટું ઝાડ પડી જતાં માર્ગ અવરોધિત થઈ ગયો. પવનના કારણે ઝાડ પડ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. મુખ્ય માર્ગ અવરોધાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને મોટો ટ્રાફિક જામ સર્જાયો. ઘટના અંગે તરત જ ફાયર વિભાગને જાણ કરાતા ટીમ સ્થળ પર પહોંચી ઝાડ દૂર કરવાની કામગીરી શરૂ કરી, જેથી માર્ગ પર વાહન વ્યવહાર ફરીથી શરૂ થઈ શકે.