ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા ગામ નજીક 31 ઓગસ્ટે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારની ટક્કરે 33 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે .ગાંધીનગર તરફથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી GJ-36-XX-4440 નંબરની ફોર-વ્હીલ કારના ચાલકે શંભુલાલને જોરદાર ટક્કર મારી હતી.