ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 81મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા.આ ઉપરાંત, સ્વ. રાજીવ ગાંધીની સ્મૃતિમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.