વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સર્કિટ હાઉસ ખાતે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદમાં પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેમાં તેઓએ એમએસયુના પડતર પ્રશ્નો બાબતે સવાલ ઉઠાવ્યા હતા. સાથે શિક્ષણ વિભાગમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર માટે ભાજપા જવાબદાર હોવાના આક્ષેપ સાથે તીખા શબ્દોના પ્રહારો પણ કર્યા હતા.