સુરતના સરસાણા ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પીએમ મોદીના જીવનયાત્રા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સાંઈરામ દવે સહિત 150 જેટલા અલગ અલગ કલાકારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાનપણથી લઈ એક પ્રધાનમંત્રી સુધીની સફળ યાત્રા પર અદ્ભુત પ્રસ્તુતિ રજૂ કરી હતી.રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.