કલોલ તાલુકાના પીયજ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ રૂપિયા 5.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.