છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના શીથોલ ગામે વઘોઈ કોતર ઉપર આવેલ સ્લેબ ડ્રેન ઉપર મોટુ ગાબડું પડ્યું હતું. ભારે વરસાદના કારણે સ્લેબ ડ્રેન ઉપર મોટુ ગાબડું પડ્યું છે. ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન તૂટતાં હાલ આ રોડ ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મોટુ ગાબડું પડતાં મોટા વાહનો માટે રસ્તો બંઘ કરાયો છે. અસંખ્ય વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે.