લાયન્સ ક્લબ જેતપુર દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનો સેવાયજ્ઞ જેતપુર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'ટીબી મુક્ત ભારત' અભિયાનને સાર્થક કરવાના ઉમદા હેતુથી લાયન્સ ક્લબ જેતપુર દ્વારા શહેરી વિસ્તારના ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્રોટીનયુક્ત પોષણ કીટના વિતરણનો સેવાયજ્ઞ આરંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત, ટીબીના દર્દીઓને તેમની સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે તે માટે વિનામૂલ્યે પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવશે. ક્લબના જણ