વડોદરા : શહેરના સરદાર એસ્ટેટની પાછળ બીલીપત્ર સોસાયટીની બાજુમાં આવેલા લક્ષ્મીનગરના મકાન નંબર 35 માં રહેતો નરેશ ઉર્ફે લાલો પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવેલો છે અને વેચાણ કરી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે પીસીબીની ટીમે રેડ કરતા તે પોતે હાજર મળી આવ્યો હતો અને મકાનમાંથી વિદેશી શરાબનો જથ્થો હાથ લાગ્યો હતો.જે અન્વયે પીસીબી એ શરાબનો જથ્થો કબજે કરી આરોપીને વધુ કાર્યવાહી માટે બાપોદ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.