ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ ભટાલી આજે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખર પર ધજા ચડાવી હતી તેઓ પોતાના મિત્રો સાથે અંબાજી દર્શન કરવા આવ્યા હતા તેઓ 24 વર્ષથી દર વર્ષે નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. તેમણે જણાવ્યું હતું કે કોરિડોર બનવાથી અંબાજીનો વિકાસ વધુ થશે અને આ એક ઐતિહાસિક સ્થળ બનશે