થાનગઢના સોનગઢ ગામે મૃતક મનસાબેન બહાદુરભાઈ જળું ૪ સપ્ટેમ્બરના મોડી રાત્રે પોતાના ઘરમાં સુતા હોય તેવા સમયે પોતાના જ પતિ બહાદુરભાઇ જડુ દ્વારા અચાનક પત્ની પર લાકડી વડે હુમલો કરી ઘટના સ્થળે મોત નીપજાવ્યું હતું જે અંગે થાનગઢ પોલીસ મથકને જાણ થતા તાત્કાલિક સોનગઢ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં પત્નીની હત્યા કરનાર પતિ બહાદુરભાઇ માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું આ હત્યા અંગે લીમડી ડિવિઝનના ડીવાયએસપી દ્વારા માહિતી જાહેર કરવામાં આવી હતી.