તિલકવાડા સ્થિત એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 76 માં વન મહોત્સવની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો ત્યાર બાદ બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત પ્રસ્તુત કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા સાથે જ ઉપસ્થિત મહાનુભવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્ય.