યુરિયા ખાતરની અછત મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે મોટું નિવેદન આપ્યું છે.મુકેશ દલાલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે કાળા બાજરીયાઓ ના કારણે યુરિયા ખાતર ની અછત ઉભી થાય છે.પેટ્રોલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ માં પણ કેટલાક ટ્રક માલિકો દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે.પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ માં પણ યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોય છે.જે અલગ પ્રકારનો હોય છે.ખેડૂતોને મળતું યુરિયા ખાતરનો તેમાં ઉપયોગ થતો હોય છે.ખાતર ની ચોરી કરનારા તત્વો ને કડક સજા થવી જોઈએ.