અંબાજીમાં આજરોજ મા અંબાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો માતાજીના ભક્ત દ્વારા 56 ભોગના અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજે અન્નકૂટની આરતી કરી હતી વિવિધ પ્રકારની 56 મીઠાઈઓ મા અંબાને અન્નકૂટમાં ધરાવામાં આવી હતી મંદિર દર્શન ને આવેલા ભક્તોએ અન્નકૂટ ના દર્શનનો લાભ લીધો હતો