'સ્વચ્છ ભારત મિશન' ઉજવણી ના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે તા. ૧૭ થી ૨ ઓક્ટોમ્બર સુધી રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે 'સ્વચ્છતા હી સેવા -૨૦૨૫' કાર્યક્રમ અંતર્ગત આહવા એસ.ટી ડેપો વિભાગે પણ સ્વચ્છતા હાથ ધરી હતી.જેમાં ડેપો ખાતે આવેલ તમામ બસોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત એસ. ટી ડેપો કર્મચારીઓ દ્વારા ડેપો પરિસરની સાફ સફાઈ કરવામાં આવી હતી.