સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં 1 સપ્ટેમ્બરના રોજ ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર કામદારોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક પુરુષ કામદારનું ટૂંકી સારવાર બાદ મોત થતા મૃત્યુઆંક વધીને ચાર પર પહોંચ્યો છે.આગની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રીતિસિં નાગેન્દ્રસિંગ અને જોગેન્દ્ર પ્રજાપતિનું ઉધના દરવાજા પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.