સે-24 ખાતેથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે. હમણાં વરસાદી સિસ્ટમ છે એટલે વાતાવરણમાં ઠંડક છે. હાલની સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના ભાગોમાં દરિયામાં સરકી જવાની શક્યતા રહેશે. આ ઉપરાત એક પશ્ચિમી વિક્ષેપના કારણે અને બંગાળના ઉપ સાગર માં બીજી સિસ્ટમ બનતા તારીખ 4 થી 7 ઓક્ટોબર માં ગુજરાત ના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.