શામળાજી પોલીસ સ્ટાફ જાબચીતરીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દમુડી ગામ તરફથી આવતી કારને રોકતા ડ્રાઈવરે રીવરર્સ લઇ ફરાર થવાનો પ્રયાસ કર્યો. સીંગલ રોડ હોવાથી કાર મુકી ચાલક ભાગી છૂટ્યો.કારની તપાસ કરતાં અંદરથી ૨૪૨૪ દારૂની બોટલો મળી, જેના મૂલ્ય અંદાજે ₹૮.૫૮ લાખ થાય છે. કુલ ₹૧૬.૫૮ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.ફરાર આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શામળાજી પોલીસે હાથ ધરી છે.