સાત મહિના અગાઉ રાંદેર પોલીસ મથક માં કલર કામ માટે આવેલા ભોલા રાજભર નામના યુવકે સોશિયલ મીડિયા રિલ્સ બનાવી હતી. પીએસઆઇ ની ખુરશી પર બેસી રીલ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી. જે બાદ પોલીસને આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપી ભોલા રાજભરની રાંદેર પોલીસે ગુરુવારના રોજ ધરપકડ કરી હતી. જે આરોપીએ પોતે કરેલી ભૂલ સ્વીકારી હતી અને આવું કૃત્ય પરિવાર નહીં કરે તે અંગે કાન પકડી માફી માંગી હતી.