જુનાગઢ શહેર અને જિલ્લામાં અકસ્માતો વધી રહ્યા છે અત્યારે સૌથી વધુ નાના બાળકો પણ હવે વાહન ચલાવવા લાગ્યા છે એ પણ લાયસન્સ વગર જેને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા જુદી જુદી સ્કૂલ બહાર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સગીર વયના વિદ્યાર્થીઓ અને લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી એક જ દિવસમાં 116 જેટલા લાઇસન્સ વગરના વાહનચાલકો દંડાયા હતા.