વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ('મારુતિ સુઝુકી')ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડથી ('SMG') 100થી વધુ દેશોમાં વેચાણ કરવા માટે મારુતિ સુઝુકીની પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV), e VITARA ના ઉત્પાદનની શરૂઆતની ઉજવણી કરી હતી.