તા. 02/09/2025,મંગળવારે બપોરે 2 વાગે ધોળકા ખાતે દરજીઓળ થી મદારઓટા સુધી ઈદે મિલાદનાં જુલુસના રૂટ ઉપર ધોળકા નગરપાલિકા દ્વારા જેસીબી વડે રોડ સમથલ કરવામાં આવ્યો હતો. રૂટ ઉપર સફાઈ, ગટરનું સમારકામ અને બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ નિમિત્તે મ્યુનિસિપલ કાઉન્સિલર મનસુરખાન તાલુકદાર ઉપરાંત મુનાફભાઇ રાધનપુરી અને ફિરોજખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.