જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં તસ્કરોનો ત્રાસ યથાવત રહ્યો છે વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુકેશભાઈ જેસાભાઈ નકુમ નામના ખેડૂત ના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા ₹35,000 ની રોકડ રકમ તથા સોનાની બુટ્ટી ચાંદીની લકી અને પાયલ વગેરે સહિત કુલ 74,200 ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા