મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલ એકલવ્ય સ્કૂલની પાછળ આવેલ સોસાયટીની ગેટ પાસેથી બે દિવસ અગાઉ જીઈબીના થાંભલા પરથી એલ્યુમિનિયમનો 1000 મીટર લાંબો અને 34 એમએમ ના વાયર ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં તપાસ દરમિયાન ચોરી કરનાર બે ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી તથા 35,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.