ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 18 અને 19 ઑગસ્ટે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં વરસાદ બંધ થયાના ત્રણ દિવસ બાદ પણ ખેતરો પાણીથી છલોછલ ભરાયેલા જોવા મળે છે. જેના કારણે ખેડૂતોના ચોમાસા પાક મગફળી, સોયાબીન,જુવાર ભારે નુકસાન પહોંચી શકે છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરે..