આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 6.30 કલાક સુધીમાં ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ પર ચાર વ્યક્તિઓ દ્વારા ધાક ધમકી અને મારામારી કરવામાં આવી હોવાની પોલિસ મથકે ફરિયાદ નોંધાઇ જેને લઇને આમ આદમી પાર્ટી ઝાલોદ પ્રમુખ અનિલ ગરાસીયાએ પ્રતિક્રિયા આપી.ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા કામ અર્થે આવેલ હતા ત્યારે પોતાની ગાડી પાર્ક કરેલ હતી ત્યા પાર્કિંગ સ્થળે તેઓ ઊભા હતા.