વડોદરા : માઁની આરાધનાના પર્વ નવરાત્રીને મનાવવા યુવાધનમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.જોકે, આ વખતે પણ શહેરના પ્રસિદ્ધ ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા પાસ ના નામે ઉઘાડી લૂંટ મચાવવામાં આવી રહી છે.ત્યારે, વિદ્યાર્થીઓ માટે નવરાત્રીના પાસ રાહત દરે ફરીથી શરૂ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીનીઓને મફત પાસ આપવામાં આવે તેવી માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.