ગણેશ પર્વ દરમિયાન સુરત પોલીસ સૌપ્રથમ વખત AI ટેકનોલોજી નો ઉપયોગ કરશે.AI ટેકનોલોજી સજજ કેમેરા મોટા મંડપની બહાર લગાડવામાં આવશે.સુરત પો.કમી.અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું કે,અંદાજિત 250 થી વધુ એઆઈ ટેકનોલોજી યુક્ત કેમેરા મંડપની બહાર લગાડવામાં આવશે.સૈયદપુરા હિંસાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા કડક પગલાં લેવાશે.ગણેશ ઉત્સવ માં પોલીસ નું કડક સુરક્ષા કવચ ઊભું કરવામાં આવશે.800 સીસીટીવી અને એઆઈથી લઈ હવાઈ સુરક્ષા નું કવચ બેસાડવામાં આવશે.