જેતપુરમાં પુલ બનાવવા માટે ગરીબ પરિવારના ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું, જેતપુરમાં જુના ભાદર પરનો પુલ બનાવવાના માટે શહેરના જુના જકાતનાકા પાસે ખડકી દેવામાં આવેલા ગરીબોના કાચા મકાનોનું ડિમોલિશન કરી નાખ્યું હતું. એકબાજુ ચોમાસું માથે છે ત્યારે 10 જેટલા પરિવાર પરથી છત છીનવાતાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. ઘરવિહોણા લોકો થવાથી તંત્ર પર આક્ષેપ કર્યા હતા. શહેરના જુના રાજકોટ રોડ પર આવેલ ભાદર નદી પરનો રેલવે પાસેનો બ્રિજ મોટો કરવાની મંજૂરી મળતા આ મા