બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે