સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા મનપાના વાહન ડેપો પર કથિત રીતે દારૂની મહેફિલ ચાલતી હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિકોએ આ અંગે વિરોધ નોંધાવતા ડેપોમાં હાજર સરકારી કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે.રાંદેરના વાહન ડેપોમાં કેટલાક સરકારી કર્મચારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. લોકોનો વિરોધ વધતા પાર્ટી કરી રહેલા કર્મચારીઓ ડેપો છોડીને ભાગી ગયા હતા.